An Initiative by Sakhiya Skin Clinic


શ્રીમતી પાર્વતીબેન જાદવભાઈ સખીયાની સ્મૃતિમાં સ્થપાયેલ ‘પી.જે.સખીયા ચેરીટેબલ ટ્રસ્ટ’ વિશ્વાસ અને પ્રતિબદ્ધતા જેવાં મુલ્યોને ચરિતાર્થ કરે છે. પી.જે.સખીયા ચેરીટેબલ ટ્રસ્ટ સખીયા સ્કીનકેર કલીનીકના સહયોગથી વિવિધ સ્કીનકેર ટ્રીટમેન્ટસને દરેક લોકોને પોસાય એવાં ભાવથી ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે કાર્યરત છે.

આ જ ધ્યેય સાથે અમે સારવારમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર અત્યાધુનિક મશીનરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સેવાઓ પૂરી પાડીએ છીએ. પ્રાથમિક સ્વાસ્થ્યની જાગૃતિ, પાયાની જરૂરીયાતોની કાળજી, વંચિતોની સારવાર, અને ડર્મેટોલોજીની જાગરૂકતા જેવાં મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

સખીયા સ્કીન કલીનીક ડર્મેટોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત સુધારાઓ કરીને એડવાન્સ ડર્મેટોલોજી સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે સતત અગ્રેસર છે. વર્ષ ૧૯૯૮થી લઈને આજ સુધી સમગ્ર ગુજરાતમાં સ્કીનકેરના ક્ષેત્રમાં સખીયા સ્કીન ક્લીનીકે હંમેશા અગ્રેસરની ભૂમિકા ભજવી છે.

આજે સખીયા સ્કીન કલીનીકનાં ૨૨+ નિષ્ણાંત ડોકટરોની ટીમ પોતાનાં બે દાયકા જેટલાં બહોળા અનુભવનો લાભ લોકો સુધી પહોંચાડી રહી છે. દેશના ૨૦થી વધુ શહેરોમાં ઉપસ્થિત સખીયા સ્કીન કલીનીક આધુનિક ટેકનોલોજીના માધ્યમથી લોકોની ડર્મેટોલોજી ટ્રીટમેન્ટને સરળ બનાવી રહ્યું છે.

લોકો પહેલી નજરમાં શારીરિક દેખાવ પરથી જ પોતાની અભિપ્રાય બાંધી લે છે. જે ઘણી વખત પૂર્વગ્રહ યુક્ત હોય છે. પી.જે.સખીયા ચેરીટેબલ ટ્રસ્ટ આ તમામ જડસુ પૂર્વગ્રહો અને ધારણાઓને તોડીને સમાજમાં લોકો વચ્ચે સમાનતા લાવવાના ઉદ્દેશ્યથી કાર્ય કરી રહ્યું છે.